Wikipedia

Search results

Wednesday, February 12, 2014

Good news For UPSC Aspirant :- UPSC સિવિલ ર્સવિસેઝ એક્‍ઝામ માટે બે તકો વધી



હવે તમામ કેટેગરીના ઉમેદવારો માટે વધુ બે તક વધારી દેવામાં આવી : વધારાની તકની દરખાસ્‍ત કેન્‍દ્ર દ્વારા મંજૂર.
   
યુપીએસસીની સિવિલ ર્સવિસ એક્‍ઝામની તૈયારી કરનાર લાખો ઉમેદવારને ખૂબ મોટી રાહત મળી છે. કારણ કે યુપીએસસીએ આખરે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બે તક વધારી દીધી છે. કેન્‍દ્ર સરકારે બે વધારાની તકની દરખાસ્‍તને પસાર કરી દીધી છે. આને મંજૂરી મળી ગયા બાદ વિદ્યાર્થીઓને રાહત થઈ છે. આ નિયમ ૨૦૧૪થી અમલી બનાવવામાં આવશે. આ બે તક મેળવવા માટે વિદ્યાર્થીઓને વય મર્યાદામાં પણ રાહત આપવામાં આવશે. આ વર્ષે પ્રિલીમિનરી એક્‍ઝામ માટે ૨૪મી ઓગસ્‍ટની તારીખ નક્કી કરવામાં આવી છે. સિવિલ ર્સવિસેઝ એક્‍ઝામ માટે યુપીએસસી અન્‍ય હોદ્દાઓ ઉપરાંત દેશના સૌથી મોટા હોદ્દા આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ તેમજ વિદેશી સેવાના અધિકારી પસંદ કરે છે. આની પરીક્ષા ત્રણ તબક્કામાં થાય છે. પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્‍ય પરીક્ષા અને ત્‍યારબાદ ઇન્‍ટરવ્‍યૂહમાંથી પસાર થવું પડે છે. હાલમાં આના માટે એક ઉમેદવારને સૌથી વધારે ચાર તક મળવાની મંજૂરી હોય છે. પરંતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ઓબીસીના ઉમેદવાર માટે સાત તકની વ્‍યવસ્‍થા હતી.

No comments:

Post a Comment